ganesh.jpg

ગણેશ ચતુર્થી    

શિવજીના પુત્ર, અને રિદ્ધિ-સિદ્ધિના પતિ તરીકે ભગવાન ગણપતિ ને ગણવામાં આવે છે. ગણપતિનું વાહન ઉંદર છે અને તેમનું શિર્ષ હાથીનું છે. કોઇ અગમ્ય કારણોસર વિશ્વભરમાં અન્ય કોઇ દેવી દેવતા પ્રચલિત નહી હોય તેટલા ગણેશ છે, દુનિયાનાં દરેક દેશમાં હિંદુ ધર્મ કે હિંદુ દેવી દેવતાની વાત કરતાં સામે વાળી વ્યક્તિ બોલી ઉઠે, યસ યસ, આઇ નો હિંદુ ગોડ્સ, એલીફંટ ગોડ (Yes yes, I know Hindu Gods, the Elephant God).

ગણેશ શિવજી અને પાર્વતી નાં પુત્ર છે. તેમનું વાહન મૂષક છે. ગણોનાં સ્વામી હોવાને કારણે તેમનું એક નામ ગણપતિ પણ છે. જ્યોતિષમાં તેમને કેતુનાં અધિપતિ દેવતા મનાય છે, અન્ય જે પણ સંસાર નાં સાધન છે તેમના સ્વામી શ્રી ગણેશજી છે. હાથી જેવું શિશ હોવાને કારણે તેમને ગજાનન પણ કહે છે. ગણેશજી નું નામ હિંદુ ધર્મ અનુસાર કોઇ પણ કાર્યની શરૂઆતમાં ઇષ્ટ છે.

 અવતાર

ગણપતિ આદિદેવ ગણાય છે જેમણે દરેક યુગમાં અવતાર લીધો હોવાનું જણાય છે.

) સતયુગમાં રૂષિ કશ્યપ અને અદિતિને ત્યાં 'મહોત્કત વિનાયક' રૂપે જન્મી,દેવાન્તક અને નરાન્તક નામક રાક્ષસોનાં વધની કથા છે.

) ત્રેતાયુગમાં ભાદરવા માસની,શુકલપક્ષ ચતુર્થીનાં 'ઉમા'ને ત્યાં "ગુણેશ" રૂપે જન્મી,સિંધુ નામક રાક્ષસના વધ અને બ્રહ્માનીં પૂત્રીઓ સિદ્ધિ અને બુદ્ધિ સાથે લગ્નની કથા છે.

) દ્વાપરયુગમાં 'પાર્વતી'ને ત્યાં "ગણેશ" રૂપે જન્મની કથાતો જાણીતીજ છે.

) કળિયુગમાં,"ભવિષ્યપૂરાણ" મુજબ 'ધુમ્રકેતુ' કે 'ધુમ્રવર્ણા' રૂપે અવતાર થવાની કથા મળે છે.

બાર નામ

ગણેશજી ના અનેક નામ છે પરંતુ ૧૨ નામ મુખ્ય છે-

સુમુખ, એકદંત, કપિલ, ગજકર્ણક, લંબોદર, વિકટ, વિઘ્નહર્તા, વિનાયક, ધૂમ્રકેતુ, ગણાધ્યક્ષ, ભાલચંદ્ર, ગજાનન.

પિતા- ભગવાન શિવ

માતા- ભગવતી પાર્વતી

ભાઈ- શ્રી કાર્તિકેય

બહેન- માઁ સંતોષી (અમુક લોકો માને છે,પ્રમાણીત કરાયેલ નથી)

પત્ની- બે .રિદ્ધિ . સિદ્ધિ (દક્ષિણ ભારતીય સંસ્કૃતિમાં ગણેશજી બ્રહ્મચારી રૂપે દર્શાવાય છે.)

પુત્ર- બે . શુભ . લાભ

પ્રિય ભોગ (મિષ્ઠાન્ન)- મોદક, લાડુ

પ્રિય પુષ્પ- લાલ રંગનાં

પ્રિય વસ્તુ- દુર્વા (દૂબ) શમી-પત્ર

અધિપતિ- જલ તત્વનાં

પ્રમુખ અસ્ત્ર- પાશ, અંકુશ

ગણેશ ચતુર્થી

ગણેશ ચતુર્થીનો તહેવાર વિક્રમ સંવતની ભાદરવા સુદ ૪ના રોજ મનાવવામાં આવે છે, શુભ દિવસને ગણેશજીનો જન્મદિવસ માનવામાં આવે છે. તહેવારને સંસ્કૃત,તમિલ ભાષા,તેલુગુ ભાષા અને કન્નડ ભાષામાં વિનાયક ચતુર્થી કે વિનાયક ચવિથી, કોંકણી ભાષામાં વિનાયક ચવથ અને નેપાળીમાં વિનાયક ચથા તરીકે પણ ઓળખવામાં આવે છે.

તહેવાર ૧૦ દિવસ ચાલે છે જે અનંત ચતુર્થીનાં દિવસે પૂર્ણ થાય છે.

ભાદરવા મહિનાની શુકલ પક્ષની ચોથના દિવસને ગણેશ ચતુર્થી કહે છે. વર્ષે ૧૫ સપ્ટેમ્બરે પર્વ આવે છે. દિવસે વ્રત રાખીને ગણેશજીની મૂર્તિનું પૂજન કરવામાં આવે છે. તેમને લાડુનો પ્રસાદ ધરાવવામાં આવે છે. વ્રત કરવાથી દરેક સંકટ દૂર થાય છે. વ્રત સ્ત્રી, પુરુષ, વિધાર્થી દરેક માટે લાભદાયી છે.

કહેવાય છે કે ભગવાન શિવ સ્નાન માટે હિમાલયથી ભીમબલી નામની જગ્યાએ ગયા. તરફ પાર્વતીએ પોતાના ઉબટનમાંથી એક પૂતળુ બનાવી તેમા પ્રાણપ્રતિષ્ઠા કરી તેનું નામ ગણેશ રાખ્યું અને તેને ગુફાની બહાર બેસાડી દીધા. થોડા સમય બાદ ભગવાન શંકર આવ્યા તો તેમને ગણેશે અંદર જતા અટકાવ્યા. આથી ભગવાન શંકર ક્રોધિત થયા અને ગણેશનું માથું કાપી નાખ્યું. પાર્વતી શિવને સામે જોઇને દંગ રહી ગયા.

જયારે શિવે સમગ્ર વૃતાંત કહી સંભળાવ્યો તો પાર્વતી વિલાપ કરવા લાગી અને બોલી કે તે તો મારો પુત્ર હતો. હવે તમે તેને જીવતો કરો. ભગવાન શંકર દ્વિધામાં પડી ગયા. બરાબર તે સમયે એક હાથણીને પ્રસવ થયો હતો. શંકરજીએ તે હાથણીના બરચાનું માથું કાપીને ગણેશને લગાડી દીધું. રીતે ગણેશજીનો પુનર્જન્મ થયો.

ઘટના ભાદરવાની શુકલ ચતુર્થીના દિવસે બની. આથી દિવસથી ગણેશજીનું વ્રત શરૂ કરવાનું મહત્વ છે. વ્રત કરવાથી બુદ્ધિ વિકસિત થાય છે, તમામ સંકટો હટી જાય છે અને સુખ સમૃદ્ધિ આવે છે.

 

 

Birthday of Lord Ganesh

Find this year's date in the multifaith calendar

On this day Hindus all over the world celebrate the birthday of Lord Ganesh (Ganesh Chaturthi).

Ganesh is also known by the names Ganapati, Ekadanta, Vinayaka, Pillaiyar and Heramba. Irrespective of what Hindu tradition, he is still one of the most popular deities for worship.

Ganesh is depicted with an elephant's head on a human body and in the Hindu tradition he is the son of Lord Siva and the Goddess Parvati. He is known as the Remover of Obstacles and is prayed to particularly when people are beginning a new enterprise or starting a new business. Ganesh is also known as the patron god of travelling.

In places such as Andhra Pradesh and Maharashtra (in India), the festival is celebrated for ten days and is a joyous event and regarded as a public occasion. In other places it is simply celebrated at home and hymns are sung and offerings made to Ganesh. Sweets are also distributed because in Hindu legend Ganesh liked them