મકર સંક્રાંતિ kite2.jpg

 

મકર સંક્રાંતિ ભારતનો કૃષક તહેવાર છે. ભારત અને એશિયાનાં અન્ય દેશોમાં પણ દિવસને પાકની લણણી સાથે જોડવામાં આવ્યો છે. સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાન્તિઓ થાય છે. પરંતુ સૂર્ય ધનુ રાશી માંથી મકર રાશીમાં સ્થાનાંતર કરે છે. ત્યારે ઉત્તરાયણ શરૂ થાય છે કારણકે સમયે સૂર્ય પૃથ્વી આજુબાજુની પોતાની પરિભ્રમણ દિશામાં પણ પરિવર્તન કરી થોડોક ઉત્તર દિશા તરફ ખસે છે. આમ, સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરાયણને શુભ મુહુર્ત માનવામાં આવે છે, આથી મકર સંક્રાતિને શુભ સમયની શરૂઆત રૂપે ઉજવવામાં આવે છે. અલગ અલગ સંસ્કૃતિઓમાં ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે.

ભારતમાં ઉત્તરાયણની શરૂઆત મકર સંક્રાતિ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકાર દ્વારા તહેવારને રાષ્ટ્રીય તહેવાર ઘોષિત કરવામાં આવેલો છે

મકર સંક્રાતિ જ્ઞાનની દેવી મા સરસ્વતીની પૂજા, આદર કરવાનો પણ તહેવાર છે. જીવનનાં લક્ષ્યો પુરા કરવાની ઇચ્છા રાખનાર માટે આદર્શ સમય મનાય છે.

મકર સંક્રાન્તિનો મહત્વપુર્ણ સમય, પરિવર્તનનો, જુનું તજી અને નવું અપનાવવાનો સમય છે. ગુજરાતમાં સમયે છડેલા ધાન્યની અને તલની મિઠાઇઓ, ખાધ પદાર્થો બનાવી અને દાન કરવામાં આવે છે. ગુજરાતમાં દિવસે ઘઊં, બાજરી કે જુવારને છડીને તેનો ખીચડો બનાવવામાં આવે છે, બહેન-દિકરી તથા અન્ય લોકોને ખીચડો ખવડાવવાથી પુણ્ય મળે છે તેવી માન્યતા ગુજરાતીઓમાં પ્રવર્તે છે ઉપરાંત ઘઊંની ધુધરી કરીને ગાયોને ખવડાવવામાં આવે છે.

ભારતનાં અન્ય પ્રાંતોમાં આજનાં દિવસે માલિક પોતાનાં નોકરોને અન્ન,વસ્ત્ર અને ધન વગેરે સામગ્રી દાન-ભેટ સ્વરૂપે આપે છે.મકર સંક્રાન્તિનાં પછીનાં દિવસે પશુ-પ્રાણીઓ,ખાસતો ગાયને પણ યાદ કરાય છે.નાની બાળાઓનાં હસ્તે પશુ,પક્ષી અને માછલીઓને ભોજન ખવડાવાય છે. દિવસે યાત્રા-પ્રવાસ કરવો અનુચિત મનાય છે,કારણકે દિવસ કુટુંબ-પરિવારનાં મિલન અને પરિવાર માટે સમર્પણનો છે. દિવસે ગુરુજનો પોતાનાં શિષ્યોને આશિષ આપે છે.

ઉત્તરાયણ શબ્દ,બે સંસ્કૃત શબ્દ ઉત્તર(ઉત્તર દિશા) અને અયન(તરફની ગતી) ની સંધી વડે બનેલ છે. ઉત્તરાયણ (મકર સંક્રાન્તિ) દિવસ છે જ્યારે સૂર્ય ઉત્તર ગોળાર્ધ તરફ ખસે છે, અને ઉનાળો શરૂ થવાનો સંકેત છે. તમામ ઉંમરનાં લોકો હ્રદયમાં ખુશી અનુભવતા, સુંદર વસ્ત્ર પરિધાન કરી અને વહેલી સવારથી પોતાના ઘરની અગાશીઓ પર ચઢી જાય છે.

સુંદર દિવસે લાખો લોકો છત અને અગાશીઓ પર ચઢી હર્ષ અને ઉલ્લાસભેર પતંગ ઉડાડવાનો આનંદ માણે છે. આખો દિવસ "કાપ્યો છે!" " કાટ્ટા!" "લપેટ લપેટ" જેવી વિવિધ કિકિયારીઓ સાંભળવા મળે છે. આકાશ ઇન્દ્રધનુષની માફક રંગબેરંગી પતંગો વડે છવાઇ જાય છે. ગુજરાતીઓ દિવસે તલ સાંકળી(તલ અને ગોળ માંથી બનાવેલી વાનગી) અને 'ચિકી' (એક મિઠાઇ) ખુબ ખાય અને ખવડાવે છે.

ગુજરાત રાજ્ય તેની સાંસ્કૃતિક વિવિધતા અને તહેવારો માટે જાણીતું છે. આમાં ઉતરાયણ બધા લોકો માટે મહત્વનાં તહેવારોમાંનો એક છે. એક હળીમળીને સંયુક્ત રીતે આનંદ માણવાનો તહેવાર છે. લોકો આખો દિવસ પોતાની પતંગ ઉડાડવાની કલાનું અન્ય ઉડતી પતંગોને કાપીને પ્રદર્શન કરે છે. રાત્રે પણ ક્રમ આનંદભેર ચાલતો રહે છે. શોખીનો રાત્રે કાળા અંધારા આકાશમાં સફેદ પતંગો અથવા પતંગ સાથે બાંધીને 'ફાનસ'(કાગળનો દિવો) ઉડાડે છે જેને અમદાવાદમાં 'ટુક્કલ' તરિકે ઓળખવામાં આવે છે. ઉતરાયણનો બીજો દિવસ (૧૫ જાન્યુઆરી) 'વાસી ઉત્તરાયણ' તરીકે મનાવાય છે. આમ સતત બે દિવસ આનંદમય તહેવારની ઉજવણી ચાલે છે.

 

 

Mahashivratri

Find this year's date in the multifaith calendar

A Hindu monk in orange robes pours water over the phallic symbol of Shiva

Bathing the Shiva linga 

Mahashivratri (also known as Shivaratri) is a Hindu festival dedicated to Shiva, who destroys the universe, one of the deities of the Hindu Trinity.

Night and day

While most Hindu festivals are celebrated during the day, Mahashivratri is celebrated during the night and day that come just before the new moon.

Each new moon is dedicated to Shiva, but Mahashivratri is especially important because it is the night when he danced the 'Tandav', his cosmic dance.

It also celebrates the wedding of Shiva and Sati, the mother divine. Night represents evil, injustice, ignorance, sin, violence, and misfortune.

Tradition says that Shiva, like his symbol the new moon, appeared in order to save the world from darkness and ignorance, before the world entered complete darkness.

The festival

Devotees of Shiva observe a fast during Mahashivratri and stay up all night at a place of worship.

Shiva is offered special food made from the fruits of the season, root vegetables, and coconuts, during ritual worship.

Those who observe the Mahashivratri fast only break their fast the next morning, and eat the prasad (food offerings) offered to Shiva.

 Devotees at the temple

Devotees at the temple 

Young girls observe the fast and worship Shiva so that he may bless them with good husbands. They sing devotional songs in praise of the lord, and holy texts are chanted throughout the night.

The pandits in the temples perform the puja (religious worship) according to the scriptures. This is done four times during the night.

In temples, Shiva linga - the phallic symbol of Lord Shiva - is worshipped. Devotees flock to the temples to perform the ritual of bathing the Shiva linga.

It is bathed with milk, water and honey, and then anointed with sandalwood paste, and decorated with flowers and garlands.

The legend of Lubdhaka

The legend surrounding the festival of Mahashivratri says that Lubdhaka, a poor tribal man and a devotee of Shiva, once went into the deep forests to collect firewood.

At nightfall, he became lost and could not find his way home.

Shiva sitting in the lotus position

Shiva 

In the darkness, Lubdhaka climbed a bel tree, and sought safety and shelter in its branches until dawn.

All night, he could hear the growls of tigers and wild animals, and was too frightened to leave the tree.

In order to keep himself awake, he plucked one leaf at a time from the tree and then dropped it, while chanting the name of Shiva.

By sunrise, he had dropped thousands of leaves on to a Shiva lingam, which he had not seen in the darkness. Lubdhaka's all-night worship pleased Shiva.

By the grace of Shiva the tigers and wild animals went away, and Lubdhaka not only survived but was rewarded with 'divine bliss'.

Makar Sankrant

Rainbow striped kite in a clear blue sky

Makar Sankrant is one of the most important festivals of the Hindu calendar and celebrates the sun's journey into the northern hemisphere, a period which is considered to be highly auspicious.

There is a wide variation in the celebration of Makar Sankrant thoughout India, in particular the name:

In Gujarat and Maharashtra, Makar Sankrant is a festival of the young and the old. Colourful kites are flown all around.

In Punjab, Makar Sankrant is called Lohri. December and January are the coldest months of the year in Punjab and huge bonfires are lit on the eve of Sankrant. Sweets, sugarcane and rice are thrown on the bonfires and friends and relatives gather together.

In Uttar Pradesh, this period is celebrated as Kicheri. It is considered important to have a bath on this day and masses of people can be seen bathing in the Sangam at Prayagraj where the rivers Ganga, Jamuna and Saraswathi flow together.

In Southern India it's the harvest festival Pongal and lasts for 3 days. On the first day, rice boiled with milk is offered to the Rain God. On the second day, it is offered to the the Sun God and on the third day, the family cattle are given a bath and dressed with flowers, bells and colours, to honour them for their hard work in the fields.