રામ નવમી birthday-of-mata-sita11.jpg

 

ભગવાન શ્રી રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ ગણાય છે, જ્યારે શ્રી કૃષ્ણચંદ્રજી પૂર્ણ પુરુષોત્તમ ગણાય છે. શ્રીરામનો જન્મ ચૈત્ર સુદ નવમીના રોજ થયો હતો તેથી રામનવમીનું માહાત્મ્ય અનેરું, અનોખું અને અદ્વિતીય છે. રામ નવમી એટલે ભગવાન શ્રીરામના પ્રાદુર્ભાવનો પવિત્ર દિવસ.

 

રામ નવમી વ્રતના પ્રારંભે ભાવિક ભક્તો, ઉપાષકો, આરાધકો અને રામાયણના પ્રખર અભ્યાસીઓ શ્રીરામ નામ જપ, રામ નામની માળા, રામ નામનું લેખન, રામનું ભજન-કીર્તન, રામચરિત માનસ - રામાયણનું વાચન, રામ પંચાયતન (રામ, લક્ષ્મણ, સીતા, ભરતજી, શત્રુઘ્ન અને હનુમાનજી) નું અર્ચન-પૂજન, ધૂપ-દીપ અને નૈવેદ્ય સમર્પણ વ્રત ચૈત્ર સુદ નોમના તોજ ભક્તિભાવથી કરે છે.

 

'રામનામ' અદભુત સંજીવની છે, અમોઘ શસ્ત્ર છે, મહાન શક્તિ છે. માત્ર એકજ વખત 'રામ' બોલાઇ જવાય તો પણ અધમનો ઉદ્ધાર થઈ જાય છે. 'રામ' ને બદલે 'મરા...મરા...' બોલનારો વાલિયો લૂંટારો મહાન કવિ અને રામાયણનો રચયિતા મહર્ષિ વાલ્મીકિ બની ગયો ! સપ્તર્ષિઓએ રત્નાકર (વાલિયો લૂંટારા) ને 'રામનામ' નો મહિમા સમજાવ્યો અને ઉપદેશ આપ્યો કે તું રામનામનો જપ કર. તેના હ્રદયમાં રામનામની લગની લાગી ગઈ. તેના રોમ રોમમાંથી 'મરા...મરા...' નો જપ થઈ રહ્યો હતો. તેના શરીર પર માટાના રાફડા બંધાયા. સંસ્કૃતમાં રાફડાને 'વાલ્મીક' કહે છે, તેથી તેમનું નામ વાલ્મીકિ પડ્યું.

 

રાવણે ત્રિલોકમાં ત્રાસ ફેલાવ્યો હતો, તે દેવોને પણ અનેક પ્રકારે દુઃખ આપતો હતો તેથી ભગવાન વિષ્ણુએ 'રામાવતાર' લઈ દૃષ્ટ રાવણનો સંહાર કર્યો હતો.

 

રામનવમી આપણો ધાર્મિક તહેવાર છે. લોકો તે દિવસે ઉપવાસ કરે છે. ઉપવાસનો અર્થ એવો છે કે, 'ઉપ' એટલે પાસે અને 'વાસ' એટલે વસવું અથવા રહેવું.

 

ઉપવાસ એક પ્રકારનું વ્રત છે. પ્રભુ પ્રાપ્તિ માટેની પણ એક સાધના છે. સાધનામાં જો તન્મયતા અને એકાગ્રતા હોય તો આત્મબળ અવશ્ય મળે છે, માટે વ્રત દરમિયાન સાધનામાં વિઘ્ન આવે કે ઉત્સાહ ઓસરી જાય ત્યારે શ્રીરામની કૃપા માટે પ્રાર્થના કરો.

 

પરમ પવિત્ર દિવસે જે ચોવીસ કલાક પરમાત્મા સમીઅ રહે તેનો ઉપવાસ સાચો, તેનું રામ નવમીનું વ્રત સાચું. તુલસીદાસજી શ્રીરામને લોકવિશ્રામા કહે છે. કારણ રામ સંસારનો વિશ્રામ છે. જીવમાત્ર આરામને શોધે છે, પણ રામ વગર આરામ નથી.

 

શ્રીરામ ધર્મનું સાક્ષાત સ્વરૂપ છે. સર્વ આપત્તિના હર્તા અને સર્વ સંપત્તિના દાતા છે. માટે રામનવમીની વ્રતકથા વાંચવાથી કે સાંભળવાથી બ્રાહ્મણ શબ્દબ્રહ્મના પારને પામે છે, ક્ષત્રીયને રાજનીતિ પ્રાપ્ત થાય છે, અને વૈશ્યને વ્યાપાર કુશળતા તથા શુદ્રને શ્રેષ્ઠતા પ્રાપ્ત થાય છે. વ્રત આયુષ્યમાં અભિવૃદ્ધિ કરનારું છે. વ્રત કરનાર પુત્ર, પૌત્ર અને સંબંધીવર્ગ સહિત સુખ ભોગવવા માટે સ્વર્ગના અધિકારી બને છે.

 

રામાયણના બાલકાંડમાં શ્રીરામના જન્મનું વર્ણન આવે છે. જેનું મન બાળક જેવું છે, એની ભક્તિ ભગવાનને સૌથી વધારે પ્રિય છે. બાળક નિર્દોષ અને રાગદ્વેષ રહિત છે.

 

'રામનામ' ના મંત્રનો મહિમા અવર્ણનીય છે. ધ્રુવજીએ ' नमो वासुदेवाय' મંત્રનો જપ કરતાં પ્રભુનાં દર્શન કર્યા હતા ને પ્રભુની વાણી તેમના અંતરમાં પ્રગટ થઈ હતી. મંત્ર ગમે તે દેવનો હોય પણ સર્વ દેવોને કરેલાં પ્રણામ પ્રભુને પહોંચે છે. પરંતુ જપ કરતી વખતે મન પ્રભુમાં તન્મય હોવું જોઇએ. ઉચ્ચારણ પણ શુદ્ધ હોવું જોઇએ. વાલ્મીકિ 'રામ...રામ...' જપતાં 'મરા...મરા...' જપવા લાગ્યા, તો પણ મંત્રસિદ્ધિ થઈ, દલીલ વ્રતધારી માટે અસ્થાને છે. વાલ્મીકિનું 'મરા...મરા...' માનસી જપની પરાકાષ્ઠા હતું, તેમને તો રામનું સર્વવ્યાપી સ્વરૂપ પ્રત્યક્ષ થયું હતું, સાક્ષાત્કાર થયો હતો ! ભક્તિ તે વ્રત કે મહાન પુરુષાર્થનું પ્રતીક છે. અનન્ય ભાવનું વ્રત મનુષ્યનો પુરુષાર્થ છે. રામનામ અને રામકથા સૌને ફળ દેનારી છે, તે સુંદર સરોવર સમી છે, જેમાં રામજન્મનું અને રામલીલાનું નિર્મળ નીતર્યું નીર છે, તેમાં નિષ્ઠા અને ભક્તિની શીતળ છાયા છે. અનન્ય ભક્તિ સિવાય માનવીનો અહંકાર ઓગળતો નથી, માટે રામનામ અનિવાર્ય છે.

 

 

Rama Navami

Find this year's date in the multifaith calendar

Rama Navami celebrates the birth of Lord Rama, son of King Dasharatha of Ayodhya.

Rama (centre) with Laxman (left), Sita (right) and Hanuman (bottom)

Rama (centre) with Laxman, Sita and Hanuman 

Rama was an incarnation of Vishnu and the hero of the Ramayana, the Sanskrit epic of 24,000 stanzas.

A continuous recital of the book takes place for about a week prior to the celebration and on the day itself, the highlights of the story are read in the temple.

Rituals and ceremonies

The house is thoroughly cleaned on Rama Navami and is also decorated. Offerings of fruit and flowers are placed on the family shrine and after an early bath, prayers are recited.

The youngest female member of the household leads the puja (prayers) by applying a red tilak (mark) to all the other members of the family before everyone joins together in worship.

An image or picture of baby Rama is placed in a covered cradle. At noon the covering is removed and Prasad (special sacred food) is offered to Rama, which may then be shared amongst the congregation.

There is an element of fasting. Some people don't eat certain foods, particularly things like onions, garlic, some spices and wheat products.

The festival is a focal point for moral reflection and being especially charitable to others.

Celebrations at places associated with Sri Rama, like Ayodhya in Uttar Pradesh and Ramesvaram in Tamil Nadu, attract thousands of devotees.